જંગી ખરીદીઃ કોરોના સંદર્ભે ૫૦૦ મિલિયન ડોલરની ખરીદીનાં મામલે મંત્રી વિપક્ષના નિશાને

કેનેડામાં પણ કોવિડ-૧૯ મહામારી ચાલી રહી છે ત્યારે હેલ્થ વર્કર સહિતના કોરોના વોરિયર્સના રક્ષણ માટે ફેડરલ સરકાર દ્વારા અંદાજે ૫૦૦ મિલિયન ડોલરની ખરીદી વગર ટેન્ડરે અને સ્પર્ધાત્મક બીડ વગર ખરીદવાનો નિર્ણય લેવાયો છે. જેને ખરીદી બાબતોના મંત્રી અનિતા આનંદનો સાહસી અને આક્રમક પગલું માનવામાં આવી રહ્યું છે. તેમણે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ખરીદીમાં વિલંબ ન થાય તેથી એક જ સ્થળેથી કે એક જ રીતે કરાર દ્વારા ૫૦૦ મિલિયન ડોલરના સાધનોની ખરીદી કરી છે. જેમાં વેક્સિન અને પીપી કિટ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફેડરલ સરકારે ખરીદી બાબતોનાં મંત્રીને સંશોધન સંપાદન અને વેક્સીન પહોંચાડવા માટેની કામગીરી માટે પણ ઈમરજન્સી કરાર માટે અમર્યાદિત સત્તા આપી છે. આ અગાઉ પબ્લીક સર્વિસ એન્ડ પ્રોક્યુમેટ કેનેડા (પીએસસીસી)ને એક જ સ્રોત દ્વારા ૧૫ મિલિયન કરતાં વધુ નહીંની ખરીદીની મર્યાદિત સત્તા આપવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીમાં તાત્કાલિક ખરીદી અને ખર્ચ કરવાનો હોય બીડ કે ટેન્ડરીંગ પદ્ધતિમાં પડ્યા વગર સીધી જ ખરીદી કરવામાં આવી રહી છે. ખરીદી બાબતોનાં મંત્રી અનિતા આનંદે સરકારના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે ખૂબ જ આક્રમક રીતે ખરીદી કરવા પાછળનું કારણ કેનેડાના નાગરિકોની આરોગ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કેનેડામાં નાગરિકોને કોરોનાની રસી આપવા માટે ઓછામાં ઓછા ૧૯૪ મિલિયનથી લઇને વધુમાં વધુ ૪૧૪ મિલિયન ડોઝની ખરીદી કરવામાં આવી રહી છે. જેથી તમામને રસી મળી શકે. કોરોનાકાળમાં પણ બ્લેક ફ્રાઈડે- સાયબર મન્ડેના દિવસે ખરીદીમાં નોંધપાત્ર વધારો કેનેડામાં કોવિડ-૧૯ મહામારીના સમયે બ્લેક ફ્રાઈડે અને સાયબર મન્ડે વીકએન્ડ દરમિયાન શોપિફી ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જંગી ખરીદી કરવામાં આવી છે. સોફીફાય દ્વારા જણાવ્યા પ્રમાણે ૨૭થી ૩૦ નવેમ્બર દરમિયાન સંયુક્ત રીતે ૫.૧ બિલિયન ડોલરનું વેચાણ થયું છે જે ગયા વર્ષના બ્લેક ફ્રાઈડે અને સાયબર મન્તે વખતે થયેલા વેચાણની સરખામણીએ ૭૬ ટકાનો વધારો સૂચવે છે. ગયા વર્ષે આ દિવસો દરમિયાન ૨.૯ બિલિયન ડોલરનું વેચાણ થયું હતું. જે આ વખતે ૭૬ ટકા વધારે વેચાણ થયું છે. અમેરિકામાં ચાર દિવસ દરમિયાન ઉજવાતા થેન્ક્સગિવિંગ તહેવાર દરમિયાન સોફીફાયપીના ૧ મિલિયન કરતાં વધુ ગ્રાહકોએ જંગી ખરીદી કરી છે. જે ઓનલાઇન ખરીદી થઇ છે. કેનેડાની આ કોમર્સ કંપનીએ લાઇવ ડેશબોર્ડ તેની વેબસાઇટ પર મુક્યું હતું જેમાં કેટલી ખરીદી થઈ રહી છે તેની લાઈવ માહિતી જોવા મળી રહી હતી. સોફીફાયપીના ડેટા અનુસાર કલાકોની ગણતરીમાં ૧૦૨ મિલિયન ડોલરની ખરીદીનો આંકડો પહોંચ્યો હતો. આ દિવસો દરમિયાન સમગ્ર વિશ્વમાં સામાન્ય રીતે સરેરાશ ૮૯.૨૦ ડોલરની ખરીદી થાય છે. પરંતુ કેનેડાના ગ્રાહકોએ સરેરાશ ૧૦૩ ડોલરની ખરીદી કરી છે. તૈયાર વસ્ત્રો, એસેસરીની સાથે હેલ્થ અને બ્યુટીના સાધનોનું પણ વેચાણ થયું છે. ઉપરાંત ઘરવખરી અને ગાર્ડનના સાધનોની પણ ખરીદી થઇ છે. સોફીફાયપી ઉપરાંત અન્ય ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા પણ બ્લેક ફ્રાઈડે સહિતના દિવસો દરમિયાન જંગી વેચાણ થયું છે, જેમાં એમેઝોન વગેરેનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના ગ્રાહકોએ આ દિવસો દરમિયાન અંદાજે ૯ બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. જે ગયા વર્ષની તુલનાએ ૨૨ ટકાનો વધારો સુચવે છે. આમ, એક બાજુ કોરોના મહામારી તેમ છતાં કેનેડાના ગ્રાહકોએ આ દિવસો દરમિયાન ઓનલાઇન જંગી ખરીદી કરી છે. ઓન્ટારીયોમાં હેલ્થકેર કર્મચારીઓને સૌથી પહેલા કોવિડ વેક્સીન આપવામાં આવશેઃ આરોગ્યમંત્રીની જાહેરાત ઓન્ટારીયોના આરોગ્યમંત્રી ક્રિસ્ટીન એલિયોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોરોના મહામારીમાં કામ કરતાં હેલ્થકેર કર્મચારીઓને નવી વિકસિત કરવામાં આવી રહેલી કોવિડ-૧૯ વેકસીન સૌથી પહેલા આપવામાં આવશે. જોકે આ રસી લેવા માટે તેમના પર કોઇ દબાણ કરવામાં નહીં આવે. અમે તેમના પર કોઇ ફરજીયાતપણું લાદવા માંગતા નથી, એમ પણ મંત્રીએ કહ્યું હતું. ઓન્ટારીયોમાં મહિનાના અંત સુધીમાં કોવિડ-૧૯ વેક્સીન તૈયાર થઈને આવી જશે. જોકે તે ક્યારે ઉપલબ્ધ થશે તેની કોઇ ખાતરી નથી. મંત્રી એલિયોટ અને નિવૃત જનરલ રીક હિલીયર સમગ્ર પ્રોવિન્સમાં રસીકરણનું આયોજન કરી રહ્યાં છે. તેમણે દવા વહેંચણી કરનાર કંપની મેકેસન કેનેડાની મુલાકાત પણ લીધી છે. તેમણે કહ્યું કે સૌથી પહેલા જેમની ખરાબ હાલત છે. તેમને રસીનો ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ત્યારબાદ હેલ્થકેર કર્મચારીઓ કે જેઓ કોવિડ-૧૯થી સંક્રમિત લોકોની સાથે સંપર્કમાં આવે છે તેમને રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ લોન્ગ ટર્મ કેર હોમમાં કામ કરતાં આરોગ્ય કર્મચારીને રસી આપવામાં આવશે. ઓન્ટારીયોમાં મંગળવારે ૧૭૦૭ નવા કેસો નોંધાયા છે જેમાં ટોરન્ટોમાં ૭૨૭ કેસ નોંધાયા છે. સમગ્ર જીટીએ અને પીલ રીજીયનમાં વધારાના ૩૭૩ કેસ નોંધાયા છે. યોર્ક રીજીયનમાં ૧૬૮, દરહામમાં ૭૨ અને હેલ્ટનમાં ૪૭ કેસ નોંધાયા છે. એજ રીતે હેમિલ્ટનમાં ૫૮ નવા કેસો નોંધાયા છે. વધુ સાત મૃત્યુ સાથે મૃત્યુઆંક કુલ ૩૬૬૩ પર પહોંચ્યો છે. રશિયામાં આવતા અઠવાડિયાથી કોરોના સામે મોટાપાયે રસીકરણ મોસ્કો: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતાના દેશમાં આવતા સપ્તાહથી કોરોના સામે મોટાપાયે રસીકરણની જાહેરાત કરી હતી. બ્રિટને કોરોના સામેની ફાઇઝરની રસીને મંજૂરી આપી હતી. યુરોપના અન્ય દેશો કોરોનાની રસી અંગે હજી અવઢવમાં છે. કોલકાતામાં પશ્ચિમ બંગાળના પ્રધાન ફિરહાદ હકીમ કોવિડ-૧૯ની ‘કોવિક્સિન’ના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે સ્વયંસેવક બની રસી લેનારા દેશના પ્રથમ સ્વયંસેવક બન્યા હતા.

કેનેડામાં પણ કોવિડ-૧૯ મહામારી ચાલી રહી છે ત્યારે હેલ્થ વર્કર સહિતના કોરોના વોરિયર્સના રક્ષણ માટે ફેડરલ સરકાર દ્વારા અંદાજે ૫૦૦ મિલિયન ડોલરની ખરીદી વગર ટેન્ડરે અને સ્પર્ધાત્મક બીડ વગર ખરીદવાનો નિર્ણય લેવાયો છે. જેને ખરીદી બાબતોના મંત્રી અનિતા આનંદનો સાહસી અને આક્રમક પગલું માનવામાં આવી રહ્યું છે. તેમણે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ખરીદીમાં વિલંબ ન થાય …

જંગી ખરીદીઃ કોરોના સંદર્ભે ૫૦૦ મિલિયન ડોલરની ખરીદીનાં મામલે મંત્રી વિપક્ષના નિશાને Read More »

1 Crore People will be Vaccinated Daily from July-August

One crore people will be vaccinated daily from July-August

જુલાઈ-ઓગસ્ટથી રોજ એક કરોડ લોકોને રસી અપાશે નવી દિલ્હી: આ વર્ષની જુલાઈના અંત કે ઑગસ્ટના આરંભથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણ કરી શકાય તેટલી વૅક્સિન ઉપલબ્ધ બનશે, એમ કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. આગામી સૂચના ન મળે ત્યાં સુધી એક જ વ્યક્તિને જુદી જુદી બે વૅક્સિન આપવી નિયમ વિરુદ્ધ છે એટલે અત્યારે એ પ્રક્રિયામાં …

1 Crore People will be Vaccinated Daily from July-August Read More »

રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવા મોર્ગેજ તાણ પરિક્ષણ નિયમો અમલમાં આવ્યાં

New mortgage stress testing rules came into force in the real estate sector

કેનેડામાં ૧ જૂનથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવા સ્ટ્રેસ ટેસ્ટ રૂલ્સ એટલે કે તાણ પરિક્ષણ નિયમો અમલમાં આવી ગયા છે . આ નવા નિયમોને કારણે કેનેડામાં મકાન ખરીદનારાઓ ખાસ કરીને પ્રથમવાર મકાન ખરીદનારાઓ માટે આ નિયમો તેમની ખરીદ શક્તિને નબળી પાડી દે તેમ છે. દેશના બેંકીંગ નિયમનકાર દ્વારા મેમાં આ હિલચાલની જાહેરાત કરવામાં આવી હતી. કેમ …

રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવા મોર્ગેજ તાણ પરિક્ષણ નિયમો અમલમાં આવ્યાં Read More »

Pfizer Covid-19 vaccine approved in Canada for 12 years and above

Pfizer Covid-19 vaccine approved in Canada for 12 years and above

કેનેડામાં ફાઇઝર કોવિડ-૧૯ રસીને ૧૨ વર્ષ અને તેની ઉપરનાને આપવા માટે મંજૂરી અપાઇ હેલ્થ કેનેડાએ ફાઇઝર બાયોએનટેક કોવિડ-૧૯ની રસીને તરૂણ વયના લોકો એટલે કે ૧૨થી ૧૫ વર્ષની વય સુધીનાને આપવા માટેની મંજૂરી આપી છે. જેના પગલે કેનેડામાં હવે ૧૨ વર્ષ અને તેની ઉપરની વયના લોકોને પણ રસીનો ડોઝ અપાશે. અત્યારસુધીમાં ૧૬ વર્ષની ઉપરનાને રસી આપવાની …

Pfizer Covid-19 vaccine approved in Canada for 12 years and above Read More »

6 Civilians among 12 Dead in Avalanches in Valley

6 civilians among 12 dead in avalanches in Valley

6 civilians among 12 dead in avalanches in Valley Srinagar: At least 12 persons including six civilians, five Army men, and a BSF man were killed in different avalanches in Kashmir, officials said Tuesday. During the past two days, they said heavy snowfall triggered avalanches in Machil and Nangam sectors in north Kashmir and Kangan …

6 Civilians among 12 Dead in Avalanches in Valley Read More »